ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વદેશી અંગે સમાજમાં જાગરૂકતા વ્યાપે તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ નો પ્રારંભ થયો છે, જેના ભાગ રૂપે તા.૦૯ના રોજ અમરેલી જિલ્લા ભાજપ આયોજિત અજમેરા સ્કૂલના વર્ધમાન હોલ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની જિલ્લા કાર્યશાળા યોજાઈ હતી, જેમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ સુરેશભાઈ ગોધાણી, વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, પ્રદેશ ભાજપ મંત્રી અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, મેહુલભાઈ ધોરાજીયા, મયુરભાઈ માંજરીયા, ભાવનાબેન ગોંડલીયા સહિત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની જિલ્લાની ટીમ, જિલ્લા ભાજપના અગ્રણીઓ, સહકારી આગેવાનો, ચુંટાયેલા સભ્યો સહિત અપેક્ષીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.