જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ અમરેલી જિલ્લામાં મકાન ભાડે આપીને પોલીસને જાણ નહીં કરનારા, હોટલ-વાડીમાં રહેતા પરપ્રાંતીય મજૂરની માહિતી નહીં આપનારા
માલિકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાભરમાં આવી માહિતી નહીં આપનારા ઈસમો સામે તંત્રએ લાલ આંખ કરતાં ફફડાટ ફેલાયો છે અને નોંધણી કરાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા.
ઉપરાંત ખેતીવાડીની મોસમ નજીક આવી રહી છે ત્યારે પરપ્રાંતીયો મોટી સંખ્યામાં અમરેલી જિલ્લામાં કામકાજ અર્થે આવશે. જો આ લોકોની નોંધણી કે માહિતી પોલીસને નહીં આપવામાં આવે તો અન્ય કાનૂની કાર્યવાહી પણ કરાશે તેવી ભીતિ કેટલાક લોકોએ વ્યક્ત કરી હતી.