પશ્ચિમ બંગાળમાં ૨૦૨૧ વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસાના ગંભીર કેસ, ભાજપ કાર્યકર અભિજીત સરકારની હત્યામાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને બે કાઉન્સિલરો સહિત ૧૮ લોકો સામે બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. પૂરક ચાર્જશીટમાં બેલિયાઘાટા વિધાનસભા મતવિસ્તારના ્સ્ઝ્ર ધારાસભ્ય પરેશ પાલ, વોર્ડ નંબર ૫૮ કાઉન્સિલર સ્વપ્ન સમાદ્દર અને વોર્ડ નંબર ૩૦ કાઉન્સિલર પાપિયા ઘોષના નામ શામેલ છે.
સીબીઆઇ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ચાર્જશીટ કોલકાતાના સિયાલદાહ ખાતે એલ્ડર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોર્ટે ૩૦ જૂન, ૨૦૨૫ ના રોજના આદેશમાં આ બધા આરોપીઓ સામેના ગુનાઓની નોંધ લીધી છે. ૨ મે, ૨૦૨૧ ના રોજ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા તે દિવસે, કાંકુરગાચી વિસ્તારમાં ભાજપ કાર્યકર અભિજીત સરકારની હત્યા કરવામાં આવી હતી. એવો આરોપ છે કે હત્યાની સાથે તેમના મોટા ભાઈ વિશ્વજીત સરકાર અને માતા માધવી દેવી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હત્યા બાદ, નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નંબર ૧૦૦/૨૦૨૧ નોંધવામાં આવ્યો હતો, જે બાદમાં ૧૯ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ કોલકાતા હાઈકોર્ટના આદેશ હેઠળ ઝ્રમ્ૈં ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પછી, સીબીઆઇ એ ૨૫ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ કેસની તપાસ પોતાના હાથમાં લીધી અને સીઆર કેસ નંબર ૧૨૪/૨૦૨૧ હેઠળ કેસ નોંધ્યો.
અગાઉ, રાજ્ય પોલીસે (કોલકાતા ડિટેક્ટીવ ડિપાર્ટમેન્ટ) ૬ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ આ કેસમાં ૧૫ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઇએ તપાસ શરૂ કર્યા પછી, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ દાખલ કરાયેલ પૂરક ચાર્જશીટમાં ૨૦ આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે બીજી પૂરક ચાર્જશીટમાં ૧૮ નવા નામ ઉમેરવામાં આવ્યા છે, જેમાં ્સ્ઝ્ર ધારાસભ્ય અને બે કાઉન્સિલરનો સમાવેશ થાય છે.
સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિજીત સરકારની હત્યા સંબંધિત ઘણા વીડિયો ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસકર્તાઓને આ ફૂટેજનો ફોરેન્સિક રિપોર્ટ મળ્યો, જેણે ફૂટેજની સત્યતાની પુષ્ટિ કરી.
આ સાથે, અભિજીત સરકારની માતા માધવી દેવીએ પણ સિયાલદાહ કોર્ટમાં એક ગુપ્ત નિવેદન દાખલ કર્યું, જેમાં તેમણે કોર્ટને જણાવ્યું કે તેમના પુત્રની હત્યા કેવી રીતે અને કોણે કરી.
સીબીઆઈનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આ હત્યામાં સ્થાનિક પોલીસકર્મીઓ અને શાસક પક્ષ ટીએમસીના નેતાઓની સંડોવણીના સંકેતો છે. આ તથ્યોના આધારે, સીઆરપીસીની કલમ ૧૭૩ (૮) હેઠળ વધુ તપાસ કરતી વખતે આ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.