બગસરાના સમઢીયાળા ગામની સીમમાં ભાગીયું રાખી ખેતીકામ કરતા ખેડૂતને ફટકારીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ સંદર્ભે મૂળ ગીર સોમનાથના રસુલપુરા (ગીર) ગામના અને હાલ સમઢીયાળા ગામે રહેતા હારૂનભાઈ ઉકાભાઈ મોરી (ઉ.વ.૪૯)એ રાહુલભાઈ, હસમુખભાઈ ગઢીયા સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ, તેઓ જીવરાજભાઈ ગઢીયાની જમીનમાં ભાગીયું રાખીને ખેતીકામ કરતા હતા. જેનું મનદુઃખ રાખી તેઓ વાડીમાં ખેતીકામ કરીને શેઢે ગયા ત્યારે આરોપીએ આવી મુંઢમાર માર્યો હતો.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.