ખરીક સિઝન એટલે ચોમાસુ વાવેતર. ખેડૂતોના મોઢે કોળીયો આવ્યો અને છીનવાય ગયો. આ સ્થિતી અમુક વિસ્તારોમાં બનવા પામી છે. આમ છતાં રાજય સરકારે સમાન ધોરણે ખેડૂતોને મદદ કરવા રૂ.૧૦,૦૦૦ કરોડનું કૃષિ રાહત પેકેજ આપ્યુ છે.
રવિ વાવેતર સિઝન એટલે કે શિયાળુ વાવેતરની શરૂઆત થઈ છે. ઘઉં, ચણા, જીરૂ, ધાણા જેવા અનાજ અને મસાલા વર્ગના પાકોની સુંગધ ખેતરમાં આગામી સમયમાં આવશે.
દિવસે-દિવસે જમીનના ભાગલા પડતા જાય છે અને જમીનના ટુકડાઓ થતા જાય છે. ઓછી જમીનમાં પણ મોટાભાગના ખેડૂતોને જાતે ખેતી કરવી નથી. ઉપરાંત પશુપાલન વ્યવસાય સાથે કરવો નથી એટલે ખેતી ખોટનો વ્યવસાય દેખાય છે. આગામી પાંચ-દસ વર્ષમાં દેશમાં ફરી ખેતી ઉત્તમ વ્યવસાય બનશે જ તેમાં કોઈ બેમત નથી પરંતુ એ સમયે ખેડૂતોના દીકરાઓ પાસે જમીન નહિ હોય એ પણ વાસ્તવિકતા છે.
માત્ર છ વિઘા જમીનમાં શહેર જેવી ફેસીલીટીની જીદંગી ચાલે ખરી ? હા, સારી રીતે જીવી શકાય એ સાબિત કરી બતાવ્યું જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કુકસવાડા ગામના મોહનભાઈ હિરાભાઈ પંડિતે. માત્ર ૩૧ વર્ષની યુવા ઉંમર અને માત્ર છ વિઘા જમીન છે.
ખેતી દિવસે દિવસે ખોટનો ધંધો બને છે એ બાબતમાં મોહનભાઈ વાત કરતા કહે છે, ‘અમારા વિસ્તારના ખેડૂતો જાતે ખેતી કરે છે. ખેડૂતનો દીકરો નોકરી, ધંધો કરતો હોય તો પણ ઘેર આવે એટલે ખેતીકામે ચડી જાય છે અને ખેતી જાતે કરે છે.’ મોહનભાઈ પંડિત કહે છે, ‘રાસાયણિક અને ખર્ચાળ ખેતી છોડવા માટે માહિતી મેળવી. આત્મા પ્રોજેકટ અને સુભાષ પાલેકરજીની શિબિરો મારફતે પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો શિખીને ખેતીમાં ઉપયોગ શરૂ કર્યા.’
પોતાની પ વિઘા જમીનમાં ૩૦૦ નાળિયેરીના ઝાડ છે. આ બગીચામાં મિશ્ર પાક પધ્ધતિથી તેઓ ખેતી કરે છે. નાળિયેરીની બે હાર વચ્ચે કેળાનું વાવેતર કરે છે. જયારે નાળિયેરીના પાળા અને કેળના પાળા ઉપર હળદર અને આંબા હળદરનું વાવેતર કરે છે. આ ઉપરાંત પોતાના પરિવાર અને મિત્રો માટે ઝેરમુકત શાકભાજી જેવા કે રીંગણી, ગુવાર, મરચી, લસણ, ડુંગળી, સુરણ, અડવી જેવા જાત-જાતના અને ભાત-ભાતના શાકભાજી અને ફળોનું વાવેતર કરીને પોતાના અને મિત્રોના પરિવારોને આપે છે.
મોહનભાઈ પંડિત યુવા ખેડૂત છે. પ્રાકૃતિક ખેતી સાથે જાડાયેલ સંસ્થાઓ, એન.જી.ઓ સહિતના કાર્યક્રમોમાં ભાગ લે છે અને માસ્ટર ટ્રેનર છે. ઉપરાંત પોતાના મોડેલ ફાર્મમાં અનેક લોકો મુલાકાતે આવે છે જે તેની સફળતા છે.
મોહનભાઈ પ્રાકૃતિક કરતા ખેડૂતોનું ગૃપ ચલાવે છે. ગોપકા સર્ટી ધરાવતા ખેડૂતોની ચીજ-વસ્તુઓનું વેચાણ કરવા માટે પણ મદદ કરે છે. આજે પ૬ ગામના ૧ર૦૦ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેની સાથે જાડાયેલા છે. આ ખેડૂતો પાસેથી ૧પ૦૦ રૂપિયે કિલો ઘી ખરીદી કરીને સોશ્યલ મીડિયા, મીડિયા અને વેબસાઈટના માધ્યમથી વેચાણ કરે છે. મોહનભાઈ પોતે પંચગવ્યની વિવિધ પ્રોડકટ્‌સ બનાવીને વેચાણ કરે છે. ગૌમૂત્રમાંથી કેમિકલ્સ ફ્રી ફિનાઈલ બનાવીને વેચાણ કરે છે. એન્ટીઓકસીડન્ટ ચા પેકિંગમાં વેચાણ કરે છે. તુલસી, લીમડો, નિમ ગીલોય વિગેરેના અર્ક બનાવીને વેચાણ કરે છે. નાળિયેરીમાંથી નાળિયેર અને તેમાંથી કાચી ઘાણી મારફતે શુધ્ધ નાળિયેર તેલનું વેચાણ કરે છે.
બોલો, બાપ-દાદાએ વારસામાં આપેલી જમીનની કિંમત નવી યુવા પેઢીને નથી. ખરા અર્થમાં ગામડે આવેલી જમીન, મકાન વેચતા નહિ. કોરોના જેવા કપરા સમયમાં ગામડાના દેશી નળીયાવાળા મકાનોએ સથવારો આપ્યો હતો. જયારે ધંધા-રોજગાર અને મહાનગરો પાટુ મારશે ત્યારે ખેતીમાંથી મહેનત કરી રળી ખવાશે એ ભુલતા નહિ અને ભુલ કરતા પણ નહિ.
મોહનભાઈ હિરાભાઈ પંડિતનો સંપર્ક નં. ૯૯૯૮૮ પર૬૯૯ છે.

:તિખારો:
પોતાની જરૂરિયાત પુરી થાય ત્યાં સુધી જ આજે
આભાર – નિહારીકા રવિયા માણસ તમને વફાદાર રહે છે. આ સત્ય સનાતન છે. પરંતુ પડકાર ફેંકનાર માણસ જયારે શાંત થાય તો તેને ખામોશી કે શાંતિ માનવાની ભુલ ના કરશો. જયારે હાકલો કરશે ત્યારે ખૌફ પેદા થશે.