ભરણપોષણના કામે ૧૧૯ દિવસની સજાનો આરોપી છેલ્લા ૦૯ માસથી નાસતો ફરતો હતો. જેને પકડી પાડી જામનગર જેલ હવાલે કરવામાં આવ્યો હતો. કોડીનાર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન સંયુકત બાતમી હકિકત આધારે દીપકભાઇ ખીમજીભાઇ ઘોકીયાને ભરણપોષણની ચડત રકમ રૂ.૧,૭૦,૦૦૦/- ભરવાના બાકી હોય જેમાં દર માસની ભરણપોષણની રકમના ૭ દિવસ લેખે ૧૧૯ દિવસની સાદી કેદની સજાના આરોપીને ઝડપીને જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો હતો.