અરવલ્લીના પર્વતીય વિસ્તારોમાં વસેલું યાત્રાધામ અંબાજી આજે શ્રદ્ધા અને ભક્તિના રંગોથી રંગાયું છે. ૫૧ શક્તિપીઠોમાંનું એક ગણાતું અંબાજી ધામ આજે ભાદરવી પૂનમ મહામેળાના પ્રારંભ સાથે જાણે દિવ્ય આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. “બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદ સાથે સમગ્ર યાત્રાધામ શ્રદ્ધાભક્તિના ઉલ્લાસમાં ઝૂમી ઉઠ્યું છે.
સાત દિવસ સુધી ચાલનારા આ મહામેળાનો પ્રારંભ આજે થયો છે અને તે આગામી ૭ સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ લાખો યાત્રાળુઓ પગપાળા અંબાજી પહોંચે છે. પદયાત્રાના સંકલ્પ સાથે હજારો ભક્તો પોતાના ગામથી યાત્રા શરૂ કરી મા અંબેના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા છે.
લાખો ભક્તોના આગમનનો અંદાજ વહીવટી તંત્રના અંદાજ પ્રમાણે, આ સાત દિવસીય મહામેળામાં ૩૦ લાખથી વધુ યાત્રિકો અંબાજી ધામ પધારશે. ખાસ કરીને પૂનમના દિવસે અંબાજી ધામે શ્રદ્ધાળુઓની ભીડ તૂટે તેવી શક્યતા છે. યાત્રાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ સર્વગ્રાહી તૈયારીઓ કરી છે. ડિજિટલ માધ્યમ થકી પણ
આભાર – નિહારીકા રવિયા પદયાત્રાળુઓને સ્વાગત સંદેશા પાઠવીને તેમને સુવિધાજનક યાત્રાનો સંદેશ આપવામાં આવ્યો છે.
દર્શન માટે વિશેષ વ્યવસ્થા આ વર્ષે યાત્રાળુઓને સુગમ દર્શન મળી રહે તે માટે મંદિર પરિસરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિશેષતાઓની વાત કરીએ તો, બસ સ્ટેન્ડથી મંદિર સુધી ખાસ રેલિંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. લાઇનમાં ઊભેલા યાત્રાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
દર્શન બાદ બહાર નીકળવા માટે ત્રણ મુખ્ય માર્ગો નક્કી કરાયા છે. અંબાજી શક્તિદ્વારની બાજુમાં આવેલ યાત્રિક પ્લાઝા હવનશાળા પાસેનો ગેટ નંબર ૭ ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર ૮ વિશેષ શ્રેણીઓ માટે સુવિધા
દંડવત પ્રણામ કરનારા યાત્રિકો માટે ખાસ દિવ્યાંગો, વ્હીલચેર ઉપયોગ કરનારા ભક્તો, સિનિયર સિટીઝન્સ તથા નાના બાળકો સાથે આવેલા ગરબાવાળા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આવા યાત્રિકોને બસ સ્ટેન્ડથી સીધા મંદિર સુધી પહોંચાડવા વચ્ચે અલગ માર્ગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે.
અંબાજી મહામેળો માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક રંગોથી પણ ભરપૂર રહે છે. યાત્રાળુઓમાં એવો ભાવ જાવા મળે છે કે જેમ નવરાત્રી દરમિયાન મા ગરબે રમવા આવે છે, તેમ ભાદરવી પૂનમ પર મા અંબેના દર્શન અને આશીર્વાદ લેવા તેઓ ઉત્સાહપૂર્વક ધામે પહોંચે છે. ભક્તિભાવે ગવાતી આરતીઓ, મંદિરમાં થતા હવન–યજ્ઞ અને મેળા પ્રાંગણમાં ગુંજતા ભજનોથી સમગ્ર વિસ્તાર પવિત્ર માહોલમાં ગરકાવ થઈ ગયો છે.
સુરક્ષા અને વ્યવસ્થા પર ખાસ ભારલાખો યાત્રિકોના આગમનને ધ્યાનમાં રાખીને પોલીસ દળો, સ્વયંસેવકો અને આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ આરોગ્ય ચકાસણી કેમ્પ, તાત્કાલિક સારવાર કેન્દ્રો તથા ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
લાખો યાત્રિકોના આગમનને ધ્યાનમાં રાખીને પોલીસ દળો, સ્વયંસેવકો અને આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ આરોગ્ય ચકાસણી કેમ્પ, તાત્કાલિક સારવાર કેન્દ્રો તથા ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.