બોટાદમાંરાણપુર તાલુકાના નાની વાવડી ગામમાં અજીતસિંહ બારડના ખેતરમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમને મળી હતી. જેને આધારે પોલીસે આ ખેતરમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરવામાં આવી છે.જેમાં પોલીસે તપાસ કરતા ગાંજાના ૯૩ છોડ મળી આવ્યા હતા. આમ પોલીસે ૧૯૮,૧૯૦ કિ.ગ્રામનો રૂ.૯૯,૫૦,૦૦૦નો ગાંજા કબજે કર્યો હતો. પોલીસે એક વાહન અને રૂ.૬.૦૦૦ રોકડા પણ કબજે કર્યા હતા. આ કેસમાં પોલીસે બોટાદના અજીતસિંહ જે.બારડની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.