રાજુલા,, તા.૩૧
રાજુલાની એક યુવતીએ પાસપોર્ટ બનાવવા માટે બોગસ માર્કશીટ બનાવી હતી. જોકે ખોટી માર્કશીટના આધારે પાસપોર્ટ બને તે પહેલા જ ભેદ ખૂલી ગયો હતો. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જેજે વાળાએ મૂળ રાજુલાની અને હાલ અમરેલી સુખનાથપરામાં રહેતી માધવીબેન શીવમભાઈ ગોસાઈ તથા રાજુલામાં રહેતા રીઝવાનભાઈ અબ્દુલરઝાકભાઈ લઠ્ઠા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, રીઝવાનભાઈ લઠ્ઠાએ તેમના પરફેક્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી નામના કલાસીસમાંથી કેરાલા બોર્ડ ઓફ એક્ઝામીનેશન નામની વેબસાઇટ ઉપર કોઇ માર્કશીટ બનતી ન હોવાનું જાણવા છતા આરોપી માધવીબેનના નામની ધોરણ-૧૨ ની KERALA BOARD OF PUBLIC EXAMINATIONS ની બનાવટી માર્કશીટ બનાવી આપી તેનો પાસપોર્ટ મેળવવા માટે રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ અમદાવાદ ખાતે ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. બોગસ માર્કશીટનો ખરા તરીકે ઉપયોગ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.