યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધના અંતનો સંકેત આપી રહ્યા છે, ત્યારે ઈરાને હુમલાનો મહત્વપૂર્ણ દાવો કર્યો છે. ઈરાનના અર્ધસૈનિક રિવોલ્યુશનરી ગાર્ડની નજીકની એક અર્ધ-સત્તાવાર ઈરાની સમાચાર એજન્સીએ વહેલી સવારે અહેવાલ આપ્યો હતો કે બે ઈરાની ઉર્જા પ્લાન્ટ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. એ નોંધવું જાઈએ કે આ રિપોર્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર સવાલ ઉઠાવવા માટે બહાર પાડવામાં આવ્યો હોય તેવું લાગે છે. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે જા અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ફરીથી ખોલશે નહીં તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે.
સમાચાર એજન્સીએ દાવો કર્યો હતો કે ઈરાની બે પાવર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં ઈસ્ફહાનમાં કુદરતી ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું, જ્યારે બીજામાં ખોરમશહર પાવર પ્લાન્ટ માટે ગેસ પાઇપલાઇન હતી. ઇઝરાયલ કે અમેરિકા બંનેમાંથી કોઈએ આ પ્રદેશમાં સોમવારે થયેલા હુમલાઓની જવાબદારી લીધી નથી, જાકે બંને દેશો હંમેશા તેમના હુમલાઓને સ્વીકારતા નથી. એ પણ તાત્કાલિક સ્પષ્ટ થયું નથી કે શું આ પ્લાન્ટ ખાસ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા કે પ્રદેશના અન્ય પ્લાન્ટ પર થયેલા હુમલામાં તેમને નુકસાન થયું હતું.
આ હુમલા પહેલા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં “આદરણીય” નેતા સાથે વાતચીત કરવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની સમયમર્યાદા પણ પાંચ દિવસ લંબાવી હતી. બીજી બાજુ, ઈરાને ટ્રમ્પના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો, તેમને “બનાવટી સમાચાર” ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓએ કોઈ વાતચીત કરી નથી.










































