તમિલનાડુ પ્રીમિયર લીગ ૨૦૨૫ માં, રવિચંદ્રન અશ્વિનની આગેવાની હેઠળ ડિંડીગુલ ડ્રેગન્સ ટીમે ત્રિચી ગ્રાન્ડ ચોલાસ ટીમને ૬ વિકેટથી હરાવી. અશ્વિને તેની ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ખાસ વાત એ હતી કે તેણે પોતાની બોલિંગથી નહીં પણ પોતાની બેટિંગથી ટીમને જીત અપાવી. જ્યારે અશ્વિન પોતાની ઉત્તમ બોલિંગ માટે પ્રખ્યાત છે. ત્રિચી ગ્રાન્ડ ચોલાસની ટીમે પહેલા બેટિંગ કરતા ૧૪૦ રન બનાવ્યા. આ પછી, ડિંડીગુલની ટીમે સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું.
રવિચંદ્રન અશ્વિને ડિંડીગુલ ડ્રેગનની ટીમ માટે ઓપનિંગ કરવા આવ્યો અને તેણે ઇનિંગની શરૂઆતથી જ પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી. અશ્વિને વિરોધી ટીમના બોલરોને પણ છોડ્યા નહીં. તેણે ૪૮ બોલમાં ૮૩ રન બનાવ્યા, જેમાં ૧૧ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થતો હતો. અશ્વિને મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી. તેના સિવાય શિવમ સિંહે ૧૬ રનનું યોગદાન આપ્યું. બાબા ઇન્દ્રજીતે ૨૯ બોલમાં ૨૭ રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. ત્રિચી ગ્રાન્ડ ચોલાસના બોલરો સંપૂર્ણપણે બિનઅસરકારક સાબિત થયા અને સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા નહીં.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ત્રિચી ગ્રાન્ડ ચોલાસ ટીમ માટે વસીમ અહેમદે સૌથી વધુ ૩૬ રન બનાવ્યા. જ્યારે સુરેશ કુમારે ૨૩ રન બનાવ્યા. ઝફર જમાલે ૩૩ રન બનાવ્યા. આ ખેલાડીઓની ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ઇનિંગ્સને કારણે જ ટીમ ૧૪૦ રન બનાવી શકી.
ડિંડીગુલ ડ્રેગન્સ માટે રવિચંદ્રન અશ્વિને ૪ ઓવરમાં ૨૮ રન આપીને ૩ વિકેટ લીધી. તેમના સિવાય વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી. જી. પેરિયાસ્વામીએ બે વિકેટ લીધી. આ બોલરો સામે ત્રિચી ગ્રાન્ડ ચોલાસ ટીમના બેટ્‌સમેન મુક્તપણે સ્ટ્રોક રમી શક્યા નહીં.