કર્ણાટક પોલીસે બેંગલુરુમાં ભાગદોડના સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરી છે. આમાંથી,આરબીઆઇના માર્કેટિંગ હેડની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, અન્ય ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલે મુંબઈ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કર્ણાટક પોલીસે તેને બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ કરી. નિખિલને સવારે લગભગ ૬.૩૦ વાગ્યે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. નિખિલ ઉપરાંત, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ડીએનએ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સભ્યો સુનીલ મેથ્યુ, કિરણ અને સુમંતની પણ અટકાયત કરવામાં આવી છે. સુનીલ ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે અને ડીએનએ માટે આઇપીએલ કાર્યક્રમોનું સંચાલન કરે છે.
આરસીબી દ્વારા તેની પહેલી આઇપીએલ જીત્યા પછી ઉજવણી દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી હતી. આમાં ૧૧ લોકોના મોત થયા હતા. આ સાથે, ૬૦ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જાકે, અધિકારીઓનું કહેવું છે કે તમામ ઘાયલોની સ્થિતિ સામાન્ય છે. પીડિતોના પરિવારોએ નાસભાગ માટે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે.
ઉજવણી દરમિયાન ભાગદોડને કારણે ૧૧ લોકોના મોત બાદ, ભારતીય ન્યાય સંહિતાની અનેક કલમો હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. થોડા કલાકો પછી, ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. એફઆઇઆરમાં લગાવવામાં આવેલા આરોપોમાં ગુનાહિત હત્યાનો પણ સમાવેશ થાય છે.એફઆઇઆર મુજબ,આરસીબી ફ્રેન્ચાઇઝીએ સક્ષમ અધિકારીની પરવાનગી ન લેવા છતાં સોશિયલ મીડિયા પર કાર્યક્રમની જાહેરાત કરીને લોકોને આમંત્રણ આપ્યું હતું. ગુરુવારે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ઇઝ્રમ્ ટીમ,ડીએનએ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના બે અધિકારીઓ, સેક્રેટરી શંકર અને ટ્રેઝરર જયરામ, ફરાર છે. તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ તેમના ઘરેથી મળી આવ્યા નથી. પોલીસે જણાવ્યું હતું કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અક્ષયની આગેવાની હેઠળ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે રાતોરાત ઓપરેશન હાથ ધર્યું હતું અને આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીને આજે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવી શકે છે. ગુરુવારે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદ અને અન્ય ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને સીમંત કુમાર સિંહને નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે.