ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટનો બીજા દિવસ સમાપ્ત થયો છે. રવિન્દ્ર જાડેજાના નેતૃત્વમાં ભારતના સ્પિનરોએ આ મેચમાં સફળતાપૂર્વક વાપસી કરી છે. ભારતનો પહેલો દાવ ૧૮૯ રન પર સમાપ્ત થયો હતો, જેમાં ૩૦ રનની લીડ મળી હતી. દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં સાત વિકેટે ૯૩ રન બનાવ્યા હતા, જેનાથી તેમની લીડ ૬૩ રન સુધી પહોંચી ગઈ હતી. રમતના અંતે, ટેમ્બા બાવુમા ૨૯ રન સાથે ક્રીઝ પર હતા અને કોબિન બોશ ૧ રન સાથે.કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં તેમના બોલરોની તાકાત દેખાઈ આવી છે. પ્રથમ દિવસે ૧૧ વિકેટ પડી હતી, જ્યારે બીજા દિવસે ૧૫ વિકેટ પડી હતી. શનિવારે સ્પિનરોની તાકાત ખાસ કરીને સ્પષ્ટ હતી. બીજા દાવમાં ભારત માટે અત્યાર સુધીની બધી સાત વિકેટ સ્પિનરોએ લીધી છે. પ્રથમ દાવમાં ભારતને આઉટ કર્યા પછી, દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ સ્પિનરો સામે સંઘર્ષ કર્યો. જાડેજાના નેતૃત્વમાં, ભારતીય સ્પિનરોએ મુલાકાતી ટીમના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્્યા. જાડેજાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી, જ્યારે કુલદીપ યાદવે બે અને અક્ષર પટેલે એક વિકેટ લીધી. ભારત પાસે આ મેચ જીતવાની સુવર્ણ તક છે. ભારતીય ટીમ ત્રીજા દિવસે શક્્ય તેટલી ઝડપથી દક્ષિણ આફ્રિકાની ઇનિંગનો અંત લાવવાનો પ્રયાસ કરશે.કુલદીપે પહેલા રાયન રિકેલ્ટનને આઉટ કર્યો, જે ૧૧ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ જાડેજાએ એડન માર્કરામ, વિઆન મુલ્ડર, ટોની ડી જિઓર્ગી અને ટ્રિસ્ટન સ્ટબ્સને આઉટ કરીને મુલાકાતીઓને સતત ચાર ઝટકા આપ્યા. જાડેજાએ તરત જ દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગને પાટા પરથી ઉતારી દીધી. ત્યારબાદ કાયલ વર્નને અક્ષર પટેલે બોલ્ડ કર્યો, જ્યારે દિવસની રમત સમાપ્ત થાય તે પહેલાં, કુલદીપે માર્કો જેન્સનને આઉટ કર્યો. બાવુમા હવે ભારત માટે અવરોધ બની શકે છે, અને ભારતીય બોલરો ત્રીજા દિવસે તેને વહેલા આઉટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.આ પહેલા, બીજા દિવસે, કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદરે ભારતની પ્રથમ ઇનિંગનું નેતૃત્વ કર્યું. તેમણે બીજી વિકેટ માટે ૫૭ રનની ભાગીદારી કરી. આ ભાગીદારીનો અંત વોશિંગ્ટનના આઉટ થવા સાથે થયો. વોશિંગ્ટન ૮૨ બોલમાં ૨૯ રન બનાવીને આઉટ થયો. વોશિંગ્ટનના આઉટ થયા પછી ગિલ ક્રીઝ પર આવ્યો. તેણે મેદાન પર આવતાની સાથે જ ચોગ્ગો ફટકાર્યો, પરંતુ તેને ગરદનમાં દુખાવો થવા લાગ્યો. ત્યારબાદ ફિઝિયો મેદાન પર આવ્યા અને ગિલ તેની સાથે મેદાનની બહાર ગયો. ભારતીય ટીમને કેએલ રાહુલના રૂપમાં ત્રીજા ફટકો પડ્યો. કેએલ રાહુલ સારી બેટિંગ કરી રહ્યો હતો પરંતુ કેશવ મહારાજના હાથે સ્લીપમાં કેચ આઉટ થયો. રાહુલ ૧૧૯ બોલમાં ૩૯ રન બનાવીને આઉટ થયો, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતને ચોથી હાર ઋષભ પંતના રૂપમાં મળી, જે ૨૪ બોલમાં ૨૭ રન બનાવીને આઉટ થયો, જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.હાર્મરે ભારતીય બેટ્સમેનોને ત્રાસ આપ્યો. ભારત કોઈક રીતે લીડ મેળવવામાં સફળ રહ્યું, પરંતુ હાર્મરે ખાતરી કરી કે તેઓ તેને મજબૂત ન કરી શકે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ૨૭, અક્ષર પટેલે ૧૪, ધ્રુવ જુરેલે ૧૪, યશસ્વી જયસ્વાલ ૧૨, કુલદીપ યાદવે ૧, મોહમ્મદ સિરાજે ૧ અને જસપ્રીત બુમરાહએ અણનમ ૧ રન બનાવ્યા. ગિલ ચાર રન બનાવ્યા બાદ રિટાયર્ડ હર્ટ થયો. દક્ષિણ આફ્રિકા તરફથી સિમોન હાર્મરે ચાર વિકેટ લીધી, જ્યારે માર્કો જેનસેને ત્રણ વિકેટ લીધી. કેશવ મહારાજ અને કોર્બિન બોશએ એક-એક વિકેટ લીધી.ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલને ઈજા થવાથી ભારતની ચિંતામાં વધારો થયો છે. કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો. ગિલે પ્રથમ ઇનિંગમાં ત્રણ બોલનો સામનો કર્યો હતો પરંતુ ઈજાને કારણે મેદાન છોડી દેવું પડ્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડએ ગિલની ઈજા અંગે માહિતી આપી હતી. મ્ઝ્રઝ્રૈં એ કહ્યું હતું કે ગિલની ગરદનમાં મચકોડ આવી છે અને બોર્ડની મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે. તેની રમત અંગેનો નિર્ણય તેની પ્રગતિના આધારે લેવામાં આવશે. ગિલ બીજા દિવસે બેટિંગ કરવા આવ્યો ન હતો. હવે જાવાનું એ રહે છે કે ગિલ ત્રીજા દિવસે મેદાનમાં ઉતરશે કે નહીં.















































