તેમા કલેક્ટરના ૫૦ ટકા, એડિશનલ કલેક્ટરના ૨૫ ટકા, ડેપ્યુટી કલેક્ટરના ૧૦ ટકા અને ક્લાર્કનો પાંચ ટકા હિસ્સો નિશ્ચિત હતો

સુરેન્દ્રનગરમાં કૌભાંડીઓ જ જાણે સુરેન્દ્ર હોય તેવી સ્થિતિ છે. ડેપ્યુટી કલેક્ટર ચંદ્રસિંહ મોરી પછી ભૂતપૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ૧,૫૦૦ કરોડથી પણ વધુ રકમના જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ટીમે છેક ગાંધીનગર જઈને તેમની ધરપકડ કરી હતી. કલેક્ટરને હવે પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. આ રિમાન્ડમાં અનેક રહસ્યોદઘાટન થાય તેવી સંભાવના છે. આ કરોડોના જમીન કૌભાંડમાં થયેલા વહીવટને લઈને પકડાયેલા ચારેય સરકારી અધિકારીઓએ શું ખેલ પાડ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ ચારેય કૌભાંડી સરકારી અધિકારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ પછી, આ ચાર અધિકારીઓ સમગ્ર કૌભાંડનું આયોજન અને સંચાલન કેવી રીતે કરી રહ્યા હતા તે અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કૌભાંડમાંથી મળેલાં લાંચના નાણાંનું વિભાજન કરવામાં આવ્યું હતુંઃ ૫૦ ટકા કલેક્ટરને, ૨૫% એડિશનલ કલેક્ટરને, ૧૦% નાયબ મામલતદારને, ૧૦% મામલતદારને અને ૫% કારકુનને ગયા. કલેક્ટરે પોતે લાંચનો સૌથી મોટો હિસ્સો, ૫૦% રાખ્યો હતો. વધુમાં, તપાસ દરમિયાન એક પેન ડ્રાઇવ મળી આવી છે, જે ઘણા મહત્વપૂર્ણ રહસ્યો ખોલશે.
આ કરોડો રૂપિયાના જમીન કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે પણ એનએ કેસ સામે આવે છે, ત્યારે અગાઉથી કિંમત નક્કી કરવામાં આવતી હતી. કિંમત નક્કી થયા પછી, ટકાવારી મુજબ પૈસા વહેંચવામાં આવ્યા. ૫૦% કલેક્ટરને, ૨૫% અધિક કલેક્ટરને, ૧૦% નાયબ મામલતદારને, ૧૦% મામલતદારને અને ૫% ક્લાર્કને ગયા. આના પરિણામે ૯ મહિનામાં ૧૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો.
સરકારે આઇએએસ અધિકારી ડા. રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ભૂતપૂર્વ કલેક્ટર ડા. રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ બાદ, ભૂતપૂર્વ કલેક્ટર સસ્પેન્શનનો ભય અનુભવી રહ્યા હતા. ડા. રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ, રાજ્ય સરકાર ભૂતપૂર્વ કલેક્ટર સામે સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરશે. સામાન્ય વહીવટ વિભાગ ધરપકડ રિપોર્ટ પર કાર્યવાહી કરશે. ઈડી રિપોર્ટના આધારે પણ કાર્યવાહી કરવામાં આવશે.
એસીબી સુરેન્દ્રનગર ખાતે ઈડ્ઢ અધિકારીઓએ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર કચેરીના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.
સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે ૧૫૦૦ કરોડ રૂપિયાના મહાકૌભાંડનો મોટો ખુલાસો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસને આધારે એન્ટી કરપ્શન બ્યુરોએ સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. કે. રાજેન્દ્ર પટેલ સહિત ચાર સરકારી કર્મચારીઓ સામે અપ્રમાણસર મિલકત અને લાંચ-રૂશ્વતના આરોપસર ગુનો નોંધ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીને ઈડ્ઢએ ધરપકડ કરી ૮ દિવસની રિમાન્ડ મેળવી દિલ્હી લઈ ગયા છે.
સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીનને ખેતી વગરની જમીનમાં રૂપાંતરિત કરવામાં વ્યાપક ભ્રષ્ટાચાર અને બેનામી વ્યવહારોના આરોપો છે. ઈડ્ઢની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટોના મોટા નેટવર્ક દ્વારા ગેરકાયદેસર રીતે જમીનોનું રૂપાંતરણ કરવામાં આવતું હતું. આ કૌભાંડનું અંદાજિત મૂલ્ય ૧૫૦૦ કરોડ રૂપિયા જેટલું હોવાનું અનુમાન છે.ઈડ્ઢએ આ કેસમાં બેનામી સંટ્ટા અને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ ધરપકડો કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્કમાં ઉચ્ચ અધિકારીઓ સુધીની સાંઠગાંઠ હતી.
તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલે પોતાનું નિવેદન આપી દીધું છે. તેમના જણાવ્યા મુજબ, લાંચમાંથી ૫૦% હિસ્સો જિલ્લા કલેક્ટરને મળતો હતો, ૨૫% એડિશનલ કલેક્ટર ઓઝાને, ૧૦% મમલતદાર મયૂર દવેને અને ૫% ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલને જતાં હતા. અરજદારોના હસ્તલિખિત અને પ્રિન્ટેડ રેકોર્ડમાંથી લાંચના તમામ હિસ્સાવાર વિતરણ, દલાલોની જાડાણ અને અધિકારીઓની ભાગીદારીનો પુરાવો મળ્યો છે.