સુરતના બારડોલી તાલુકાના એક ગામમાં તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. બારડોલી તાલુકાના મસાડ ગામેથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મસાડ ગામના હળપતિ સમાજનો એક યુવક ગામની જ કોળી પટેલ સમાજની યુવતી સાથે ભાગી ગયો હતો. આ બાબતની જાણ યુવતીના પરિવારને થતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. કાયદાનો ડર રાખ્યા વિના, યુવતીના કુટુંબીજનોએ યુવકના પરિવાર પર પોતાનો રોષ ઠાલવવાનું નક્કી કર્યું અને કાયદો હાથમાં લીધો.
મળતી માહિતી અનુસાર, યુવતીના ઉશ્કેરાયેલા કુટુંબીજનોએ પ્રથમ યુવકના ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યાં તેમણે તોડફોડ કરી યુવકના પરિવારના સભ્યો પર જીવલેણ હુમલો કર્યો હતો. એટલાથી પણ સંતોષ ન થતા, આરોપીઓએ યુવકની માતા, ભાઈ અને બહેનને પકડી આખા ગામમાં તેમનું સરઘસ કાઢ્યું હતું. બદલો લેવાની ભાવનાથી યુવકના ભાઈ, બહેન અને માતાને આખા ગામમાં જાહેરમાં સરઘસ કાઢી અપમાનિત કરાયા.
જ્યારબાદ બદલો લેવા માટે યુવકના પરિવારને માર મારી આખા ગામમાં સરઘસ કઢાયું હતું. આટલું જ નહીં, યુવતીના પરિવારે હદ તો ત્યારે કરી નાખી, જ્યારે માનવતા નેવે મૂકી આરોપીઓએ પીડિત પરિવારને ગામના ચોરે દોરડા વડે બાંધી ક્રૂરતાપૂર્વક માર માર્યો. આ ગંભીર અત્યાચારનો ભોગ બન્યા બાદ લાચાર પરિવાર ન્યાયની આશાએ બારડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો.
પરિવારની વ્યથા સાંભળી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારે બારડોલી રૂરલ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છેપોલીસે પરિવારની ફરિયાદના આધારે રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ ગુનો દાખલ કર્યો છે. . યુવતીના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસે ૧૩ લોકોની ધરપકડ કરી છે. હાલ તો પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.









































