અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળની ટીમે બાબરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. રાજકોટ-ભાવનગર હાઈવે પરથી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે એક પરપ્રાંતિય શખ્સને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્‌યો હતો. આ દરોડામાં વોડકાની કુલ ૧૪૪ બોટલા વિદેશી દારૂની બોટલ અને એક મોબાઈલ ફોન મળી કુલ ૩૧,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી સાંગસિંગ અર્જુનસીંગ સોઢા રાજસ્થાનના બિકાનેર જિલ્લાનો રહેવાસી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓ, જયરાજ દેહાભાઇ વાળા અને વિવેક પ્રવિણભાઇ પોપટને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ અર્થે તમામ મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.