લાઠી, બાબરા અને દામનગર વિસ્તાર ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના અથાગ પ્રયાસોને પરિણામે બાબરા-વાસાવડ રોડ પર આવેલા જુના અને જર્જરીત પથ્થરના નાળા અને પુલિયાને નવા આર.સી.સી. બનાવવાની કામગીરીનો આજે પ્રારંભ થયો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રૂ. ૧૯.૬૯ કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઇ કલકાણી, મહામંત્રી સુરેશભાઇ વાઘેલા, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઇ, બાબરા નગરપાલિકા પ્રમુખ પ્રવિણભાઇ કરકર, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ બાબુભાઇ રામાણી, મહિલા મોરચા પ્રમુખ ભાવુબેન ગોસ્વામી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઇ ખુમાણ, તાલુકા પંચાયતના સભ્યો, કાર્યકર્તાઓ, આજુબાજુના ગામોના સરપંચો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.