અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરીયા ગામે મજૂરી કામ કરતા એક શખ્સ સામે સગીરાનું અપહરણ કરી બદકામ કરવાના ઇરાદે ભગાડી જવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખાખરીયા ગામે વાડીમાં મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ થયું હતું. સગીરાના ભાઈએ મનુસિંહ કમલેશભાઇ નિનામા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની બહેન તથા આરોપી સાથે વાડીએ કામ કરતા હતા. આરોપી તેની બહેન સગીર વયની હોવાનું જાણતો હતો. તેમ છતાં લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ આર જી ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.









































