બાબરા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના મુજબ સરકારી દવાખાને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. સાથોસાથ બાબરા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ કરકર, યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ આખજા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.