બાબરા લોહાણા મહાજન વાડી સ્થિત જલારામ ઝૂંપડી ખાતે વીરબાઈ માતા સત્સંગ મંડળની બહેનો દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિતે ઝૂંપડપટ્ટીના બાળકોને લાડુ વિતરણ કરવામાં આવ્યું હતું. ઝૂંપડપટ્ટીના બાળકોને પ્રેમપૂર્વક લાડુના પેકેટ બનાવીને વિતરણ કરવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં અંજલિબેન પાલાણ, અંજલિબેન રૂપારેલિયા, શ્વેતાબેન પોપટ, સ્વાતિબેન રૂપારેલિયા, વિદ્યા બેન ઓંધિયા, નીતાબેન સૂચક, પાયલબેન વસાણી ચંદાબેન રૂપારેલિયા, પુષ્પાબેન સૂચક અને નેહાબેન કારિયાએ મહત્વપૂર્ણ જહેમત ઉઠાવી હતી.