બાબરા ખાતે વીરબાઈ માં સત્સંગ મંડળની બહેનો દ્વારા રામ ભગવાનના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવતા આ પાવન અવસર પર મંડળ દ્વારા અત્યંત ભાવભીની ભક્તિ સાથે વિશેષ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. આ પ્રસંગે પૂજ્ય જલારામ ઝુંપડી, લોહાણા મહાજન વાડી ખાતે બહેનોએ એકત્રિત થઈ ભજન-કીર્તન અને સત્સંગની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું.