બાબરામાં રઘુવીર સેના દ્વારા લોહાણા સમાજના તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન કરવાનો સમારોહ જલારામ મંદિર ખાતે યોજાયો હતો. આ તકે મુખ્ય મહેમાન પદે ડો. ભરતભાઈ કાનાબાર, મનોજભાઈ રૂપારેલ, ભાવેશભાઈ સોઢા, વિશાલભાઈ સોઢા, સુમિતભાઈ ઠક્કર, જતીનભાઈ ઠક્કર એડવોકેટ, લોહાણા મહાજન અને જય જલારામ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા. સમાજના ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓનું દાતાઓએ સન્માન કર્યું હતું. એક વિદ્યાર્થીને ૨૨ એમ કુલ ૧૦૫૬ જેટલા ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ તકે સમૂહ જ્ઞાતિ પ્રસાદનું પણ આયોજન કરાયું હતું.તમામ મહેમાનોને પુષ્પગુચ્છ, ખેસ અને જલારામ બાપાની પ્રતિમાથી આવકારવામાં આવેલ. ૧૪ દાતાઓને સન્માનિત કરાયા હતા. આ તકે રસિકભાઈ (બીટ્ટુભાઈ) દલપતભાઈ ભુપતાણીનું પણ રઘુવીર સેનાની સમગ્ર ટીમે સન્માન કરેલ હતું.