બાબરા ખાતે ભારત રત્ન, વિશ્વ વિભૂતિ અને ભારતીય સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દલિત યુવા આગેવાન કિરીટ બગડાની આગેવાનીમાં કેન્ડલ માર્ચ યોજીને ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આંબેડકર સાહેબના અભૂતપૂર્વ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું અને સમાજ એકતા, શિક્ષણ તથા સંવિધાનિક મૂલ્યોને અનુસરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દ્વારા બાબરા તાલુકામાં સામાજિક એકતા,
જાગૃતિ અને ડો. આંબેડકરના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કિરીટભાઈ બગડા સાથે પંકજભાઈ રેવર, ઉમેશભાઈ રાણવા, મુન્નાભાઈ વાઘેલા સહિત દલિત સમાજના અનેક યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.







































