બાબરા ખાતે ઉડાન લેડીઝ ક્લબ દ્વારા ૨૦૨૬ ના ફેશન શોનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્લબની બહેનોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી. ૨૭ સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પાંચ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ફેશન શોમાં ગયા વર્ષના ઉડાન લેડીઝ ક્લબના સભ્યોને પણ ભાગ લેવાની તક આપવામાં આવી હતી. કુલ ૨૭ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધાનું મૂલ્યાંકન જજ બહેન વસંતબેન જાવીયા તથા અર્ચનાબેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે પૂજાબેન મકવાણા, ધારા કારિયા, શ્વેતાબેન પોપટ, અંજલિબેન રૂપરેલિયા તથા પૂજાબેન પોપટને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે નીતાબેન સૂચકે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સફળ આયોજનમાં દીપક સૂચકની ભૂમિકા મહત્વની રહી હતી.