બાબરાની સરકારી કમળશી હાઈસ્કૂલમાં આજે પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં નવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જનકભાઈ તળાવિયાએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ વ્યક્તિના જીવનનો પાયો છે અને કમળશી હાઈસ્કૂલ જેવા સરકારી શાળાઓ દ્વારા મળતું ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વનું છે. આ તકે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, અને સ્થાનિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.