બાબરા તાલુકાની જિલ્લા પંચાયત કરીયાણા સીટ હેઠળ આવેલા સુખપર ગામે સરકારના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ તાત્કાલિક નિરાકરણ લાવવાનો અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવાનો હતો. આ કેમ્પમાં અંદાજિત બાર જેટલા ગામોના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને વિવિધ સરકારી વિભાગો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનો ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય નીતિનભાઈ રાઠોડ, બાબરા મામલતદાર, નાયબ મામલતદાર, ટીડીઓ તેમજ સુખપર ગામના સરપંચ વલ્લભભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.