અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકીયા ગામ સ્થિત ફાયરિંગ બટ ખાતે તા.૨૧.૦૬.૨૦૨૫ સુધી રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૦૮ ગોંડલ યુનિટની એક્ટિવ કંપનીઓની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ થનાર છે. તા.૨૧.૦૬.૨૦૨૫ સુધી ફાયરિંગ બટ માટે મુકરર થયેલી બાબરા તાલુકાના વાંકીયા ગામના સરકારી પડતર રે.સ.નં ૬૦૧, હે.૩-૮૮-૬૩ ચો.મી. વાળી જગ્યા ફાયરિંગ બટ માટેની મુકરર જગ્યાને તાર ફેન્સીંગ કરી તેની બાહ્ય સીમા નક્કી છે તે મુજબ તે જગ્યાની ચારે તરફની બાહ્ય સીમાથી ૧૦૦ મીટરના અંતર સુધી રાહદારીઓની અવરજવર પર પ્રવેશબંધી છે. આ સ્થિતિમાં ફાયરિંગ પ્રેક્ટિસના સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરુપે અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.