બાબરા તાલુકાના પવિત્ર તીર્થસ્થળ દિવ્યધામ વલારડી ખાતે આગામી તા. ૧૯ માર્ચ ૨૦૨૬ થી ૨૭ માર્ચ ૨૦૨૬ દરમિયાન “શક્તિના સાનિધ્યમાં શિવનો મહિમા” શિવકથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરે પૂ.ગીરીબાપુ દરરોજ બપોરે ૩ઃ૦૦ થી સાંજના ૬ઃ૦૦ કલાક સુધી શિવકથાનું રસપાન કરાવશે. કથાને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા વિશાળ મંડપ, ર્પાકિંગ અને ભોજન પ્રસાદ જેવી સુવિધાઓ સાથે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કથા દરમિયાન હરિદ્વારના બ્રાહ્મણો દ્વારા દિવ્ય ગંગા આરતી અને નામી કલાકારો દ્વારા લોક ડાયરાનું પણ આયોજન છે. દિવ્યધામ વલારડી દ્વારા સૌ ભાવિક ભક્તોને આ દિવ્ય મહોત્સવમાં સહપરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




































