બાબરાના ભીલડી ગામે ફોર વ્હીલમાંથી વિદેશી દારૂની ૨૫૧ બોટલ ઝડપાઈ હતી. બાબરાના ઈંગોરાળા ગામના ધર્મેશભાઇ દેવાયતભાઇ ડેર (ઉ.વ.૩૩) ફોર વ્હીલ લઈને પસાર થતા હતા ત્યારે અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની કુલ ૨૫૧ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા ૧,૬૦,૪૫૦ની કિંમતનો દારૂ તથા કાર મળી કુલ કિ.રૂ.૨,૪૦,૪૫૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. જાફરાબાદમાંથી ત્રણ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી ૯ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.