બાબરા પંથકની જૂની પેઢીના જાણીતા પત્રકાર અને રાષ્ટ્રપ્રેમી વ્યક્તિત્વ ધરાવતા ઉમગરાય હરિદાસ છાટબાર (ઉં.વ. ૯૦)નું અવસાન થયેલ છે. તેઓ દિવ, દમણ અને ગોવા મુક્તિ આંદોલનના સક્રિય લડવૈયા અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ પત્રકાર ચિતરંજનભાઈ છાટબાર તેમજ મહેશભાઈ છાટબાર અને સ્વ. રાજેન્દ્રભાઈના પિતા થાય છે. બાબરા પંથકમાં તેઓ એક પીઢ અને નિષ્ઠાવાન પત્રકાર તરીકે વર્ષો સુધી કાર્યરત રહ્યા હતા. તેમની સ્મશાન યાત્રા તા.૨૮/૦૧/૨૦૨૬, બુધવારના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે તેમના નિવાસસ્થાન,‘સિદ્ધિવિનાયક સોસાયટી’, બાબરા ખાતેથી નીકળશે.









































