બાબરા તાલુકાના નાની કુંડળ ગામના વતની પુનિતભાઈ બાબુભાઈ રાઠોડ મિલેટરીની ૧૧ મહિનાની કઠોર ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો. પુનિતભાઈએ આ સિદ્ધિ થકી માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર નાની કુંડળ ગામ તથા બાબરા પંથકના કોળી સમાજનું નામ રોશન કર્યું છે.આ પ્રસંગે તેમના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પુનિતભાઈને સાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવી તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. દેશની સરહદ પર જઈ રાષ્ટ્રરક્ષાની જવાબદારી સંભાળવા બદલ આગેવાનોએ તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.









































