બાબરા તાલુકાના ચરખા ગામની યુવતીના લગ્ન શેડુભાર ગામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાએ ત્રાસ આપ્યો હતો. તેમજ પૂરતું જમવાનું ન આપી નોકરાણીની જેમ રાખી જાનથી મારવાની ધમકી આપી હતી. ઉપરાંત પહેરેલા કપડાંએ ઘરમાંથી કાઢી મૂકી હતી. બનાવ અંગે અસ્મીતાબેન ધનજીભાઈ શીયાણી (ઉ.વ.૩૫)એ પતિ વિપુલભાઈ મુળજીભાઈ ગજેરા, સસરા મુળજીભાઇ રામજીભાઇ ગજેરા, સાસુ શાંતાબેન મુળજીભાઇ ગજેરા, દીયર ભદ્રેશભાઇ મુળજીભાઇ ગજેરા તથા દેરાણી કાજલબેન ભદ્રેશભાઇ ગજેરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, લગ્ન બાદ તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. આરોપીએ તેમને થોડા સમય સુધી સારી રીતે રાખી હતી. જે બાદ ઘરકામ અને કરિયાવર મુદ્દે મેણાટોણા માર્યા હતા. તેમજ ગાળો બોલીને પૂરતું જમવાનું આપતા નહોતા અને નોકરાણીની જેમ રાખીને જાનથી મારવાની ધમકી આપીને પહેરેલા કપડાંએ ઘરમાંથી કાઢી મૂકી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. આર. દાંતી વધુ તપાસ કરી રહ્યા છે.