બાબરાના ગરણી ગામમાં આવેલ પવિત્ર શક્તિધામ આશ્રમ ખાતે ચૈત્રી નવરાત્રિની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. વાલબાઈમાંની આ પવિત્ર જગ્યા પર શ્રદ્ધાળુઓ નવ દિવસ સુધી અતૂટ શ્રદ્ધા સાથે પૂજા અને અર્ચના કરી રહ્યા છે. આ પાવન અવસરે આશ્રમ પરિસરમાં વિશેષ રાસોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જયદાન ગઢવી, જશુબેન આહિર અને રાહુલ બારોટ જેવા ખ્યાતનામ કલાકારોએ ગરબાની અનોખી રમઝટ બોલાવી.










































