બાબરાના ગમા પીપળીયા ગામથી રામજી મંદિરના મહંત બાલકદાસ બાપુ તેમજ ગ્રામજનો અને ભાવિક ભાઈઓ, બહેનો, બાલિકાઓ સર્વો મોટી સંખ્યામાં કૃષ્ણ ભગવાનની જાન જોડી કોટડાપીઠા પધાર્યા હતા. કોટડાપીઠા અને ખાનપર વચ્ચે રાફડા વાળા ખોડિયાર માતાજી મંદિર દત્ત આશ્રમ આવેલ છે. ત્યાં સમસ્ત કોટડાપીઠા તથા ખાનપર ગામ આયોજીત ચતુર્થ તુલસીવિવાહ મહોત્સવ ૨૦૨૫ મંદિરના મહંત લક્ષ્મણ ગીરીજી ગુરૂ મહંત અમીત ગીરીજી દ્વારા તુલસીવિવાહનું આયોજન કરવામાં આવેલ. અને ગમા પીપળીયાથી શાલીગ્રામ એટલે કે ઠાકોરજીની મોટી જાન આવેલ તેમની સાથે વરરાજા કૃષ્ણ ભગવાનના સામૈયા મંદિરના મહંત તેમજ ભકતજનો અને બાલિકાઓ દ્વારા કરવામાં આવેલ. પાવન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભમાં સર્વો ભાવિક ભકતોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.