બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામે પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખીને નવરાત્રી અને દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ગામમાં બહેનો અને બાલિકાઓ દ્વારા તબલા અને મંજીરાના તાલે ગરબા ગાઈને રાસ લેવામાં આવે છે. ગામની નાની બાલિકાઓ દ્વારા પણ રોજ અલગ-અલગ રાસ રજૂ કરવામાં આવે છે.આ ઉત્સવ દરમિયાન દુર્ગાષ્ટમીના પવિત્ર દિવસે પાનશેરીયા પરિવારના મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બહેનો અને ભાઈઓ દ્વારા મહાઆરતીનું આયોજન કરીને જય આદ્યા શક્તિ તેમજ ચારે ધામની ખોડલ માની આરતી બોલાવવામાં આવી હતી, જેનો ગમા પીપળીયાના સર્વ ગ્રામજનોએ દર્શનનો લાભ લીધો હતો.