બાબરાના ખંભાળા ગામે રહેતો એક યુવક સગીરાને બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. સગીરાના માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ખંભાળા ગામનો વિશાલભાઈ હરેશભાઈ મેર નામનો યુવક તેમની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી, બદકામના ઈરાદે તેમના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો.
બાબરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ.એમ. ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.