બાબરા તાલુકાના કોટડા પીઠા ખાતે ૭૯મા સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કોટડા પીઠા પ્લોટ પ્રાથમિક શાળાના આચાર્ય મધુભાઈ બોરીચાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્ય બોરીચાની બહુવિધ અને વિશિષ્ટ પ્રતિભાને ધ્યાનમાં રાખીને મામલતદાર કચેરી દ્વારા તેમને જિલ્લા પંચાયતના સભ્ય પી.ડી. કોઠીવાળના હસ્તે સન્માનપત્ર અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાયબ મામલતદાર માંજરીયા, સરપંચ સત્યજીતભાઈ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને કન્યા પે સેન્ટર શાળાના આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું.