બાબરાના ઉંટવડ ગામેથી પોલીસે પાંચ જુગારીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. તેમની પાસેથી રોકડ રૂ.૪૨૯૦ જપ્ત કરવામાં આવી હતી. મનીષભાઇ રવજીભાઇ ચૌહાણ, વિજયભાઇ ગીગાભાઇ દાફડા, ભનુભાઇ ડાયાભાઇ ચારોલીયા, પ્રતાપભાઇ લખુભાઇ ચારોલીયા તથા હમીરભાઇ વાલાભાઇ ડાભી જાહેરમાં તીનપત્તીનો હારજીતનો પૈસા પાનાથી જુગાર રમી રમતા કુલ રોકડ રૂ.૪૨૯૦ સાથે ઝડપાયા હતા.