અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક દ્વારા મિલકત સંબંધી ગુનાઓ આચરતા એક રીઢા ગુનેગાર વિરુધ્ધ પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. અને અમરેલી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, અસામાજિક તત્વો પર અંકુશ લાવવા આ અભિયાન હાથ ધરાયું હતું. બાબરા તાલુકાના ઉટવડ ગામની સીમમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રાજકુમાર રામસિંગ રાવત (ઉં.વ. ૨૭) વિધધ્ધ ચોરી અને મિલકત સંબંધી અનેક ગુનાઓ નોંધાયેલા છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજે પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું.
એલ.સી.બી. પી.આઈ. એ.ડી. ચાવડા અને તેમની ટીમ દ્વારા આ આરોપીની અટકાયત કરી તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.





































