પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈને ચોંકાવનારો દાવો સામે આવ્યો છે, જે અનુસાર, જેલમાં ટોર્ચર બાદ તેમની હત્યા કરી નાખવામાં આવી છે. બલૂચિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી અને આસિમ મુનીરના કાવતરા અંતર્ગત આ કામ કરવામાં આવ્યું છે.જા કે, હાલમાં કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જેલની બહાર લાગેલી ભીડની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈમરાન ખાનની બહેન અને બાકી પરિવારના લોકોને જેલની અંદર જવા દેતા નથી. તેના કારણે તેમની હત્યાની શંકા વધારે ગાઢ થઈ રહી છે.પંજાબી પાકિસ્તાની જેલની અંદર ઈમરાન ખાનની હત્યા થઈ ગઈ છે, જેને લાંબા સમયથી ધરપકડમાં રાખવામાં આવ્યા હતા. આ પોસ્ટમાં મીડિયા આઉટલેટનો હવાલો આપતા લખ્યું છે કે તેમની હત્યા આસિમ મુનીર અને આઇએસઆઇએસ એડમિનિસ્ટ્રેશને કરાવી છે. જા આ જાણકારી સાચી છે તો આ આતંકવાદી દેશ પાકિસ્તાનનો અંત હશે. દુનિયાની સામે સત્ય આવતા જ આ દેશની વધીઘટી માન્યતા પણ ખતમ થઈ જશે.આ ઉપરાંત અફઘાનિસ્તાન ટાઈમ્સે પણ પાકિસ્તાનના સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે પીટીઆઈ ચેરમેન ઈમરાન ખાનની જેલમાં હત્યા કરી નાખી છે. આ રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે શંકાસ્પદ રીતે હત્યા કર્યા બાદ તેમના પાર્થિવ દેહને જેલમાંથી હટાવી દીધો છે.










































