બર્બટાણા ગામે સેવાસેતુ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બર્બટાણા ઉપરાંત વાવેરા, દીપાડીયા, ચારોડીયા, ભાક્ષી, મોટી ખેરાળી, નાની ખેરાળી, ખારી, મેરિયાણા, બાબરીયાધાર, અમૂલી, વડલી, કુંડલીયાળા, ઝાંઝરડા, નાના રીગણીયા તથા નવી-જૂની માંડરડી ગામના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. આ અવસરે અંદાજે ૧૦૦૦થી વધુ લોકોએ સેવાસેતુનો લાભ મેળવ્યો હતો, જે વહીવટી તંત્ર માટે ગૌરવની બાબત રહી હતી. સ્થાનિક સ્તરે ભાક્ષી ગામના સરપંચ મંગળુભાઈ, દીપડિયાના સરપંચ તથા આજુબાજુના આગેવાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમની સફળતા માટે સરપંચ કામળીયા, મનસુખભાઈ વોરા, ભુપતભાઈ લાડુમોર, અશોકભાઈ વેલારી, કનુભાઈ ભુકણ, ભાણકુભાઈ, મનસુખભાઈ વેલારી, કાળુભાઈ, બાબભાઈ વોરા, ડા. ક્લસરિયા, ઘનશ્યામ દેવાણી, રમેશ સાવલિયા, જેન્તીભાઈ, જેઠાભાઈ અને જીતુભાઈ સહિત શાળાના સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.