બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે. આજે વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી અમીરગઢ તાલુકાના કપાસિયા અને સરોતરાના કેટલાક રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવાના હતા. મંત્રી પ્રવીણ માળી આ કાર્યક્રમમાં આવે અને કરે તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ રસ્તાઓનું આજે વહેલી સવારે જ ખાતમુહૂર્ત કરી નાંખતા વિવાદ સર્જાયો છે. આ અંગે કાંતિ ખરાડીએ કહ્યું કે, જે રસ્તાઓ ૬૦ વર્ષથી બનેલા છે તે રસ્તાઓ રિસરફેશિંગનું મંત્રી ખાતમુહૂર્ત કરવા આવે તે પહેલા મેં વહેલી સવારે ત્રણ જગ્યા પર ખાતમુહૂર્ત કરી નાંખ્યું છે.જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સૌ અનમોલ કાર્યકર્તા મિત્રોને જણાવવાનું કે, આવતી કાલે સવારે અમીરગઢ તાલુકાના રસ્તાઓની મજબૂતીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત માન. રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબના વરદ હસ્તે કપાસિયા મુકામે શિવગીરી બાપૂના ધામમાં રાખેલ છે તો આપ સૌને પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, જે રસ્તાઓ ૬૦ વર્ષથી બનેલા છે તે રસ્તાઓનું રિસરફેશિંગનું ખાતમુહૂર્ત મંત્રી કરવા આવવા તે પહેલા મેં વહેલી સવારે ત્રણ જગ્યાઓ પર ખાતમુહૂર્ત કરી નાંખ્યું છે.આ સાથે તેમણે જણાવ્યું છે કે, આ પ્રવીણ માળી નવરાધૂપ થઈને બેઠા છે. તેમને બીજું કોઈ લોકોનું કામ જ નથી. મારા વિસ્તારમાં આ તો રૂટિન કામ છે. તમે અલગ પ્રકારના છો, આ ગામડાઓનો જૂના રસ્તાઓ રિસરફેસ કરવાના રસ્તા પર ખાતમુહૂર્ત કરતા શરમ આવવી જાઈએ. આ તો રૂટીન કામ છે. લોકના વોટથી તમે અહીં બેઠા છો, લોકોએ તમને ચૂંટ્યા છે અને તમે લોકો પર અત્યાચાર કરો છો તો લોકો માફ નહીં કરે. મારા વિસ્તારમાં આવતા તમને શરમ આવવી જાઈએ.






































