બનાવટી કંપનીના નામે સીમ કાર્ડ ઈશ્યુ કરાવી ડિજીટલ એરેસ્ટ જેવા ગંભીર ગુના આચરતી ચાઈનીઝ ગેંગને સીમકાર્ડ આપતા બે શખ્સોની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ ફરિયાદીને અજાણ્યા મોબાઈલ નંબરથી કોલ કરીને તમારા બેન્ક એરાઉન્ટનો ઉપયોગ મનીલોન્ડ્રીંગમાં થયો છે કહીને સુપ્રીમ કોર્ટનું નકલી સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ વિડીયો કોલ કરીને ૨૪ કલાક ડિજીટલ એરેસ્ટ રાખીને રૂ. ૮૬,૨૨,૦૦૦ બળજબરીથી પડાવી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.જેને આધારે પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્રના ઋષીકેશ ઉફે ઋષભ ભાલચંદ જયકર અને મુળ કર્ણાટક અને મુબઈ નજીકના થાણેમાં રહેતા સુરેશ રાજુભાઈ ગુડીમની પન્ના સ્ટેસ્ટ્રક્ટ જેલમાં હોવાનું જણાતા પોલીસે બન્નેની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.તપાસમાં આરોપી ઋષીકેશ તથા સુરેશે અન્ય વ્યક્તિના નામે સ્ટાર મલ્ટી સોલ્યુશન નામની કંપની ખોલીને આશરે ૫૫૦ જેટલા સીમ કાર્ડ લઈને આ તમામ સીમ કાર્ડ એચ આર ડેનીના કહેવાથી તેના માણસને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય અમુક બ્લેક સીમ કાર્ડને સ્વાઈપ કરીને રી-એક્ટીવેટ કરાવીને અંદાજે ૨૫૦૦ થી વધુ સીમ કાર્ડ આપ્યા હતા.આરોપી ઋષીકેશે મેકાટ્રોનિક્સ (રોબોટિક્સ)એન્જીનિરીંગનો અભ્યાસ કરેલો છે.