અઠવાડિયાના બીજા દિવસે, ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ફ્લેટ બંધ થયું. મંગળવારે,બીએઇ સેન્સેક્સ ૧૩.૫૩ પોઈન્ટ (૦.૦૨%) ના નજીવા ઘટાડા સાથે ૮૨,૧૮૬.૮૧ પોઈન્ટ પર બંધ થયો. તેવી જ રીતે, આજે એનએઇ નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ પણ ૨૯.૮૦ પોઈન્ટ (૦.૧૨%) ના ઘટાડા સાથે ૨૫,૦૬૦.૯૦ પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે ગઈકાલે સોમવારે બજારમાં સારી રિકવરી જાવા મળી હતી. ગઈકાલે સેન્સેક્સ ૪૪૨.૬૧ પોઈન્ટ (૦.૫૪%) ના વધારા સાથે ૮૨,૨૦૦.૩૪ પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી ૧૨૨.૩૦ પોઈન્ટ (૦.૪૯%) ના વધારા સાથે ૨૫,૦૯૦.૭૦ પોઈન્ટ પર બંધ થયો હતો. –
આજે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા અને બાકીની ૧૭ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા. એ જ રીતે, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી, ફક્ત ૧૬ શેર વધારા સાથે લીલા રંગમાં અને ૩૩ શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા, જ્યારે એક કંપનીનો શેર આજે કોઈ ફેરફાર વિના બંધ થયો. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, એટરનલના શેર સૌથી વધુ ૧૦.૫૬ ટકાના વધારા સાથે બંધ થયા. સોમવારે, એટરનલના શેરમાં ૫.૩૮ ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે ટાટા મોટર્સના શેર આજે સૌથી વધુ ૨.૦૪ ટકાના ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સના આ શેરો વધારા સાથે બંધ થયા
મંગળવારે, ટાઇટનના શેર ૧.૦૮ ટકા,બીઇએલ ૦.૭૨ ટકા, મારુતિ સુઝુકી ૦.૬૬ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૬૫ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૫૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૩૯ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૩૬ ટકા,એચડીએફસી બેંક ૦.૩૩ ટકા, પાવર ગ્રીડ ૦.૩૦ ટકા, ટેક મહિન્દ્રા ૦.૧૬ ટકા,ટીસીએ ૦.૦૪ ટકા અને ટાટા સ્ટીલના શેર ૦.૦૩ ટકાના વધારા સાથે બંધ થયા.
આ ઉપરાંત, સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, અદાણી પોર્ટ્‌ના શેરમાં ૧.૭૨ ટકા,એબીઆઇમાં ૧.૧૨ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૧.૦૮ ટકા,એએન્ડટીમાં ૧.૦૭ ટકા,આઇટીસીમાં ૦.૯૬ ટકા, ઇન્ફોસિમાં ૦.૯૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૯૨ ટકા, ન ફાર્મામાં ૦.૭૪ ટકા, બજાજ ફિનર્વમાં ૦.૭૨ ટકા,એચસીએલ ટેકમાં ૦.૫૬ ટકા, એશિયન પેઇન્ટ્‌માં ૦.૪૬ ટકા, ભારતી એરટેલમાં ૦.૩૧ ટકા, કોટક મહિન્દ્રા બેંકમાં ૦.૩૧ ટકા, ટ્રેન્ટમાં ૦.૩૦ ટકા, એક્સ બેંકમાં ૦.૧૫ ટકા અને એનટીપીસીના શેરમાં ૦.૦૪ ટકાનો ઘટાડો થયો.