બગસરામાં શિવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘાણીજીની જન્મજયંતીએ આ વર્ષનો એવોર્ડ પ્રસિદ્ધ લોકગાયક હેમંત જોશીને એનાયત કરવામાં આવ્યો હતો. રશ્વિનભાઈ ડોડીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હેમંત જોશીએ મેઘાણીના જીવન કવનની વાત કરી મેઘાણીના ગીતોની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં હરજીવન દાફડા, ચંદ્રહાસભાઈ બસિયા, વિપુલ ભટ્ટી, હિતેશભાઈ મહેતા, મહેન્દ્રભાઈ જોશી, મહેશભાઈ વ્યાસ, ગિરધરભાઈ સોલંકી સહિતના સાહિત્ય રસિકો અને વિવિધ સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિવા ગ્રુપના પ્રમુખ નિતેશ ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.