અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા જિલ્લાના શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત કરી હતી. જેમાં બગસરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અનિલ શેખની વરણી કરવામાં આવી હતી. નાની ઉંમરમાં જ કોંગ્રેસ પક્ષ દ્વારા મોટી જવાબદારી મળતા રાજકિય આગેવાનો અને શુભેચ્છકોએે અનિલ શેખને અભિનંદન પાઠવ્યા હતા. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અનિલ શેખે જણાવ્યુ હતું કે, આગામી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો જલવંત વિજય થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે.