બગસરા વાળંદ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ તથા એસોસિએશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બગસરામાં વાળંદ સમાજના સેન મહારાજ સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલવાટિકાથી ધોરણ ૧૨ સુધીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સમાજ શ્રેષ્ઠિઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એ.વી. રીબડીયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, જ્ઞાતિ અગ્રણી સુરેશભાઈ બુંધેલીયા, ભરતભાઈ પાડલીયા સહિતનાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.