મોરબી ખાતે યોજાયેલ રાજ્યકક્ષા યુવા ઉત્સવ ૨૦૨૫માં મેઘાણી હાઈસ્કૂલ, બગસરાની વિદ્યાર્થીની તરવાડિયા અમિષા અને તેના ગ્રુપે લોકગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવીને શાળા અને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ભવ્ય વિજય બદલ મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હવે ટૂંક સમયમાં દિલ્હી ખાતે યોજાનાર નેશનલ યુથ ફેસ્ટિવલમાં લોકગીત સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓની આ સફળતામાં સ્નેહી પરમાર સાહેબ, વિનુભાઈ મકવાણા, કમલેશભાઈ ભટ્ટ, જયશ્રીબેન વાળા, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી બિપિન કુંભાર, રૂપેશભાઈ સિકોતરા વગેરેનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. વિદ્યાર્થિનીઓએ રાજયકક્ષાએ લોકગીતમાં ડંકો વગાડતા બગસરાનું નામ હવે રાજયકક્ષાએ ગુંજતુ થયુ છે. વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતા પાલિકા પ્રમુખ પ્રતિનિધિ એ.વી.રીબડીયા, રાજુભાઈ ગીડા, કંકુ જાષી સહિતનાઓને અભિનંદન પાઠવ્યા હતા તેમ શાળાના આચાર્ય વિનોદ જેઠવાએ જણાવ્યું હતુ.









































