બગસરા-માણેકવાડા હાઇવે રોડ પર નાયરા પેટ્રોલ પંપની આગળ ખેડૂતને ફટકારી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે વિસાવદર તાલુકાના ભલગામ રહેતા મુકેશભાઈ મધુભાઈ કોટડીયાએ તેમના જ ગામના હાથીભાઈ બાવકુભાઈ બસીયા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાનું ટ્રેકટર લઇ નાયરા પેટ્રોલપંપથી બેરલ ભરી પરત પોતાના ગામ ભલગામ આવતા હતા. તે દરમિયાન આરોપીએ બુલેટ લઈને આવ્યા હતા અને ટ્રેકટરની પાછળ ગાડામાં બેસી જઇ એકદમ અચાનક પાછળથી આવી તેમનું ગળું પકડી દઇ નીચે પાડી દીધા હતા. ઉપરાંત હાથમાં લોખંડનો પાઇપ શરીરે હાથે તેમજ પગે જેમ ફાવે તેમ માર માર્યો હતો. ઉપરાંત ગાળો આપી મોબાઇલ કિ.રૂ.૧૪,૦૦૦નો ફેંકી દઈ તોડી નાંખ્યો હતો. તેમજ શરીરે નાની-મોટી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી સળુંકે વધુ તપાસ કરી રહ્યા છે.