બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ખાતે આમ આદમી પાર્ટીની સભામાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાઈ ગયા હતા. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપથી નારાજ થયેલા કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસિયાના જણાવ્યા અનુસાર આ સભામાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સતાસિયા સહિત ૧૭૬ ભાજપના કાર્યકર્તા તથા ચાર કોંગ્રેસના કાર્યકર્તા મળીને કુલ ૧૮૦ આગેવાનોએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સભામાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સતાસિયાએ ભારતીય જનતા પાર્ટીને યુવાનોને ડ્રગ્સ તરફ લઈ જતી પાર્ટી ગણાવી વહેલી તકે તેને વિદાય આપી વિસ્તારને નશામુક્ત કરવા માટે જણાવ્યું હતું.








































